જાતને શોધવાની પ્રક્રિયા -Technosv-2018

જાતને શોધવાની પ્રક્રિયા 

The process of finding yourself
The process of finding yourself

જાતને શોધવાની પ્રક્રિયા 

     

ચિત્રલેખામાંથી ભરત ઘેલાણી બોલું છું….’ આ એક વાક્યે મને એકદમ થ્રીલ કરી નાખી હતી, બીજું વાક્ય સાંભળીને હું બેભાન થવાની તૈયારીમાં હતી, ‘ચિત્રલેખા માટે નવલકથા લખશો ?’


એ પહેલાં મારી ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક ‘સંબંધ તો આકાશ’ છપાયેલું. કોલકતાના ‘હલચલ’ ગ્રૂપના એક મેગેઝીન ‘સાંવરી’ માટે એક નવલકથા લખેલી. પરંતુ નવલકથા લખતાં ‘આવડે છે’ એવું કહી શકું તેમ નહોતી જ ! ‘ચિત્રલેખા’ જેવા સામાયિક માટે લખી શકીશ એવાં હામ કે હથોટી એકેય નહોતાં. વળી, જે વિષય ચિત્રલેખા માટે આપવાનો વિચાર કરતી હતી એ જ વિષય બીજા એક સાપ્તાહિકે ‘મજા નથી આવતી’ કહીને રિજેક્ટ કરેલો. આ જ વિષય પર એક ગુજરાતી ટેલિવિઝન શ્રેણી પણ શરૂ થઈને પચીસ હપતામાં બંધ પડી ગઈ, તેમ છતાં આ વિષય સાથે મારા તાણાવાણા કંઈક એવા મજબૂત હતા કે બીજા અનેક વિષયોનો વિચાર કરવા છતાં ફરી ફરીને આ જ વિષય મનમાં આવતો રહ્યો…..
કેટલાંય વર્ષો – લગ્ન અને બાળકોની પાછળ વપરાતાં રહેલાં, જેને કારણે લેખન તો ભુલાઈ જ ગયેલું, વાંચન પણ સાવ ઘટી ગયેલું. હમણાં શું લખાય છે, શું વંચાય છે એની પણ ખાસ ખબર નહીં. એ દરમિયાન મારા અંગત જીવનના પ્રશ્નો પણ ધીમે ધીમે વધુ વિકટ બનતા જતા હતા. મારી પાસે કોઈ કામ નહોતું, નોકરી કે નિયમિત આવકનું કોઈ સાધન પણ નહીં. એવા સમયમાં આવેલી આવા માતબર સામાયિકની દરખાસ્ત નકારવાની મારામાં તાકાત નહોતી.
….એટલે લખવાનું શરૂ કર્યું.
નવલકથા મારો સ્વભાવ નથી, હપ્તે હપ્તે વાંચી પણ શકતી નથી તો લખવાની વાત દૂર હતી. પહેલો હપ્તો લખ્યો અને લાગ્યું કે, ‘જરાય મજા નથી આવતી. વાચક બીજો હપ્તો નહીં વાંચે !’ મારા વડીલમિત્ર શ્રીકાંત શાહને પહેલો હપ્તો વાંચી સંભળાવ્યો, ‘આમાં નવું શું લખ્યું છે ? એ જ મરીમસાલા છાંટેલી કોઈ એક ગુજરાતી સ્ત્રીની વ્યથાકથા જેવું લાગે છે.’
પતી ગયું ! મને થયું કે આ સંઘ કાશીએ નહીં પહોંચે !
છતાં મન મક્કમ કરીને, જાતને ધક્કા મારીને ચાર હપ્તા લખ્યા. મારા કમ્યૂટર ઑપરેટર નલિન સોલંકી એકમાત્ર એવા માણસ હતા, જેમણે કહ્યું, ‘બહેન, વાર્તા જામશે.’ પછી હિંમત થઈ…. એટલે મારી માને વાંચવા આપી, વાંચતા વાંચતા એની આંખોમાં પાણી આવી ગયાં, ‘તું આટલું સારું લખે છે ?’મને લાગ્યું કે હવે કદાચ વાંધો નહીં આવે. છતાં ભરત ઘેલાણીની ચીકાશ અને નવલકથા વિશે ‘ચિત્રલેખા’ની પ્રતિબદ્ધતા મારાથી અજાણી નહોતી. પહેલા ચાર હપ્તા એમને મોકલીને ફફડતા જીવે જવાબની રાહ જોવા લાગી. ‘હું આવતા શુક્રવારે અમદાવાદ આવું છું ત્યારે વાત કરીએ.’ એમનો જવાબ મારા ઉત્સાહ પર પાણી રેડે એવો હતો. છતાં શુક્રવારે સાંજે ટી-સેન્ટરમાં એમને મળી.
‘આપણે આ નવલકથા છાપીએ છીએ.’ ભરતભાઈએ કહ્યું અને ગંભીર ચહેરે ઉમેર્યું : ‘જે રીતે ટેક-ઑફ કર્યો છે એ રીતે 40 હપ્તા ટકાવી રાખવા પડશે. પતિના જીવતાં એનું શ્રાદ્ધ કરી નાખનારી પત્નીની વાર્તા છાપીને હું હિંમત કરી રહ્યો છું… પણ શ્રાદ્ધ થઈ જશે પછી શું ? એ તમારે જ ગોઠવવું પડશે !’ મને ચોક્કસ ખબર હતી મારે શું કરવું છે – અને સાચું પૂછો, તો મારી પાસે એટલી જ મૂડી હતી ! મારા લગ્નજીવનમાંથી ઊઠેલા કેટલાક અંગત સવાલો અને મને જડેલા – નહીં જડેલા જવાબોની જિગ્સો ગોઠવતા ગોઠવતા મેં આઠ હપ્તા લખ્યા.. દશેરા-05ના દિવસે પહેલો હપ્તો છપાયો. નવલકથાનું નામ સામયિકે આપ્યું ‘યોગ-વિયોગ’ અને ચાર હપ્તા પૂરા થતાં થતાંમાં તો વાચકોએ મને સ્વીકારી લીધી.
એ મારી પહેલી ગણો કે બીજી નવલકથા, પરંતુ એ લખવાની પ્રક્રિયા મને ભીંતરથી સીંચતી રહી. સંજોગો અને સમય સાથે લડતાં લડતાં મેં ક્યારે મારી જાત સાથે લડવા માંડ્યું હતું એની મને જ ખબર નહોતી રહી…. ‘યોગવિયોગ’ના સર્જન દરમિયાન હું મારી પોતાની સાથે સંવાદ કરી શકી, ‘વ્યક્તિ’ બનવાની હોડમાં ખોવાયેલી મારી અંદરની ‘સ્ત્રી’ મને આ નવલકથા લખતા લખતા ટુકડે ટુકડે જડી છે. મારી અંદર ઘણું બધું બદલાયું છે એવું મારે સ્વીકારવું જોઈએ. 60 વર્ષની એક સ્ત્રી વાર્તાની હિરોઈન હોય અને વાર્તા એની જિંદગીના કોઈ એક દિવસથી આગળ ચાલે એ વિચાર વાચકો સ્વીકારશે નહીં એ વાત મારા માટે પડકાર હતી, પરંતુ ‘વસુમા’, વસુંધરા સૂર્યકાન્ત મહેતા એક એવું પાત્ર બની ગયું જે દરેક વાચકને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે સ્પર્શતું રહ્યું. દેશ-વિદેશથી કેટલાય વાચકો પત્રો દ્વારા એમની લાગણી છલકાવતા તો ઈ-મેઈલ દ્વારા એમની વાત કહેતા. જેમ જેમ વાચકોના પ્રતિભાવ આવતા ગયા તેમ તેમ મારી સર્જનપ્રક્રિયા પણ વધુ ને વધુ નિખરતી રહી. ‘ચિત્રલેખા’ના 53 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર મુંબઈ અને અમદાવાદમાં ‘સર્જક સાથે સંવાદ’ યોજાયા. સહૃદયી વાચકોથી ખીચોખીચ ભરેલા હૉલમાં એમના સવાલોના જવાબો આપતી વખતે મને પોતાને સમજાયું કે આ એક જ નવલકથાએ એમની મારા માટેની અપેક્ષા અને મારી, મારી જાત પરત્વેની જવાબદારી કેટલી વધારી દીધી છે.
મને મારા વાચકોએ જાહેર કાર્યક્રમોમાં, પત્રો દ્વારા, ઈ-મેઈલ અને ટેલિફોન દ્વારા અવારનવાર પૂછ્યું છે કે, ‘વસુમાનું પાત્ર તમને ક્યાંથી મળ્યું ? શું ખરેખર આવું કોઈ પાત્ર જીવે છે ખરું ?’ મારા મોટા

ભાગના વાચકોએ વસુમાના પાત્રને આત્મસાત કરીને માણ્યું છે. ત્યારે એક વાત કહેવાની ઈચ્છા થાય છે કે, ‘વસુમા’ મારી અંદર ઊગી રહેલા કશાકનું પ્રતિબિંબ છે, કદાચ ! મારી તમામ નવલકથાઓના વિષયવસ્તુમાં લગ્ન અથવા સ્ત્રી-પુરુષસંબંધ કેન્દ્રસ્થાને રહ્યાં છે. મેં જોયેલા સંબંધોના ઉતાર-ચઢાવ આને માટે કારણભૂત હશે કદાચ. મને હંમેશાં લાગ્યું છે કે લગ્ન એક એવો સંબંધ છે, જે જીવવાનું શરૂ કરો ત્યારે તમે એના વિશે બધું જ જાણવાનો દાવો કરો છો અને લગ્નજીવનનાં પચીસ વર્ષ પૂરાં થાય ત્યારે તમે એ સંબંધને ફરી એક વાર સમજવાનો, ફરી એક વાર મૂલવવાનો, ફરી એક વાર માપી-તોલી જોવાનો પ્રયાસ કરો છો – આ પ્રયાસ કરો છો ત્યારે તમને સમજાય છે કે જે જીવ્યા, એવું તો જીવવાનું જ ન હતું ! એવું ઘણું બધું હતું જે નિવારી શકાયું હોત, એવું ઘણું બધું હતું જે કરવાનું હતું પણ થઈ શક્યું નહીં…. એવું ઘણું બધું હતું જે નહોતું કહેવાનું તે કહ્યું, અને જે ખરેખર કહેવાનું હતું એ તો રહી ગયું….અંગત અનુભવોમાંથી સર્જાયેલી કથાઓ મને આટલા વાચકો સુધી પહોંચાડશે એવી ક્યારેય કલ્પના નહોતી, સાચું પૂછો તો મને આજે પણ એમ લાગે છે કે મને ‘નવલકથાનું સ્વરૂપ’ સમજાતું નથી. મને આવડે છે એક જ વસ્તુ, અને એ છે – રસ પડે તેવી શૈલીમાં મારી વાત કહેવાની રીત…. એ રીતમાં સ્થળનું વર્ણન, સંવાદો અને ક્યારેક આંખમાં પાણી લાવી દે તેવી ઉત્કટ લાગણીભરી પળો, તો ક્યારેક શરીરનું રૂંવાડે રૂંવાડું થરથરી ઊઠે એવી શૃંગાર પ્રચુર પળો પણ આવી જ જાય. ગુજરાતી ભાષામાં સ્ત્રીલેખકો વિશે એવો એક આક્ષેપ પ્રવર્તે છે કે તેઓ માત્ર સુષ્ઠુ કહેવાતી, શરીરની સાચુકલી તીવ્રતમ અભિવ્યક્તિથી મોં છુપાવીને, માત્ર પીડાના નામે જિવાતી લાગણીઓના સંબંધો આલેખે છે…. મેં આની બહાર નીકળીને કામ કરવાનો પ્રયાસ કર્યો છે. મારી નાયિકા શરીરને અવગણીને જીવી શકતી નથી ! એની તમામ અભિવ્યક્તિઓમાં એનું શરીર એના અસ્તિત્વનો અભિન્ન ભાગ છે….. મારી તમામ નાયિકાઓની પીડા એમની પોતાની છે એ ખરું, પરંતુ એ બધી જ નાયિકાઓ સતત એમાંથી બહાર નીકળીને કશું બીજું અનુભવવાનો પ્રયાસ કરે છે, કરાવે છે એ પણ કદાચ મારી નવલકથાનો જુદો જ આયામ આપતી પ્રક્રિયા હશે ? સ્ત્રીના મન પાસે અભિવ્યક્તિ કરવા જેવું ઘણું છે, પીડા એનો એક બહુ જ નાનકડો ભાગ છે. આખા કોસ્મોસને આવરી લે એટલું વિશાળ સ્ત્રીનું મન કંઈ કેટલાંય પડોમાં વહેંચાયેલું છે. પુસ્તકના પાનાની જેમ ઊઘડતાં એ દરેક પડમાં વિભિન્ન સમયખંડો વિસ્તરેલા છે. એ દરેક સમયખંડને પોતાની એક આગવી કથા છે. મેં મારી જુદી જુદી નવલકથાઓમાં જુદા જુદા સમયખંડને સ્પર્શીને મારી જુદી જુદી નાયિકાઓ કંડારવાનો પ્રયાસ કર્યો છે. અને એ નાયિકાઓની કથા કહેતી વખતે ક્યાંક ક્યાંક હું પોતે પણ પ્રગટ થઈ જતી હોઉં એવું બનતું હશે, ચોક્કસ !
‘યોગ-વિયોગ’ મારા માટે એક કેથાર્સિસનો અનુભવ રહ્યો. જેમ જેમ વસુમાના પાત્ર સાથે નવલકથા આગળ વધતી ગઈ તેમ તેમ મારી અંદર કંઈ-કેટલોય તરફડાટ અને ઉચાટ ધીમે ધીમે શાંત થતો ગયો. મને મારા પોતાના કેટલાય સવાલોના જવાબો મારી જાતે જ સાંપડતા રહ્યા. આ એવા સવાલો હતા, જે મેં મારા સિવાયના સૌને પૂછ્યા હતા અને જ્યારે જ્યારે પૂછ્યા ત્યારે મારી અંદર પીડાનો એક સબાકો નવેસરથી ઊઠ્યો હતો ! ‘યોગ-વિયોગ’ 76 પ્રકરણ સુધી ચાલતી રહી. બાવન પ્રકરણમાં પૂરી કરવા ધારેલી એ નવલકથા 76મા પ્રકરણે પણ વાચકોને અધૂરી લાગી !
એ દરમિયાન ‘દિવ્યભાસ્કર’ની મધુરિમામાં ‘મધ્યબિંદુ’ લખી. એક એવી નાયિકાની કથા, જે પતિ અને પ્રેમી બંનેને એકસરખી ઉત્કટતાથી ચાહે છે. એની પાસે એ પરિસ્થિતિ માટે તર્કશુદ્ધ દલીલો છે. કોઈ અપરાધનો ભાવ નથી. મને એક દિવસ મારા મિત્ર ચેતન રાવલ અને મૌલિન મહેતાએ બે લીટીમાં વિષય કહ્યો, ફિલ્મનો વિષય…. ફિલ્મ તો ના બની, પરંતુ એના માટે જે કામ કરેલું તે લેખે લાગ્યું. બેલા ઠાકરે નવલકથા માગી, મને સ્ત્રી-સામાયિક માટે આવો બોલ્ડ વિષય લઈને લખવાની ઘણા વખતથી ઈચ્છા હતી ! દરેક વખતે બે સ્ત્રીઓ વચ્ચે અટવાતો કે બૅલેન્સ કરતો પુરુષ જ નાયક શા માટે હોય ? દ્રૌપદી સરખી સ્ત્રી માત્ર સતયુગમાં જ શું કામ ? હું પોતે એવું માનું છું કે તમારી લાગણીઓ કે ઈમોશન કે જરૂરિયાત જો છલકાતી હોય, વેડફાતી હોય તો એને ક્યાંક વહી જવા દેવામાં કશું જ ખોટું નથી – મારો આ વિચાર મારી નાયિકા ‘પ્રિયમ’ને ગમી ગયો અને એણે નવલકથામાં એક જગ્યાએ દલીલ કરી, ‘દશ્યને સંપૂર્ણપણે જોવા માટે, થ્રી ડાયમેન્શિયલી જોવા માટે બે આંખોની જરૂર પડે છે. અને એમાંની કોઈ એક આંખ વધારે અને બીજી કોઈ ઓછી કામની ન હોઈ શકે… તને જે સ્ત્રી ચાહે છે તે કોઈની પત્ની નથી, અને કોઈની પત્ની તને નથી ચાહતી, સમજ્યો ?’
સાથે જ લખાતી રહી ‘મૌનરાગ’, જેની નાયિકા બે દાયકા પહેલાં થોડા સમય માટે જિવાયેલા એક સમયખંડમાં થીજી ગઈ છે. જિંદગી આગળ વધી જાય છે. એનાં લગ્ન થયાં છે. બે સંતાનો છે. તદ્દન નિષ્ઠાવાન ગૃહિણી અને સમર્પિત પત્ની હોવા છતાં એની અંદર ક્યાંક ઊંડે એક સંબંધ એને અવારનવાર પોતાની તરફ ખેંચે છે. એ પોતાની વર્તમાન જવાબદારીઓ અને ફરજોમાં જીવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે અને છતાંયે

ાનું બળ ફક્ત કલમમાં છે. મારી સાથે પ્રવાસે નીકળેલા બધા જ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક અટકતા ગયા… પણ ‘એ’ સતત મારી સાથે છે અને હું લખું છું, કારણ કે મારી કલમ ધક્કો મારીને, ઊભી કરીને, કાચી ઊંઘમાંથી જગાડીને મારી પાસે લખાવે છે.
દરેક નવી નવલકથા લખતા લખતા દરેક વખતે વ્યક્તિ તરીકે હું વધુ રિફાઈન્ડ, વધુ સ્વચ્છ થાઉં છું. મને લાગે છે મારી નાયિકાની જગ્યાએ ક્યારેક હું એવો સમયખંડ જીવી લઉં છું, જે મારો પોતાનો નથી હોતો ! સવાલ રહે છે આ સત્ય અને ભ્રમની વચ્ચે ક્યાંક મારી જાતને શોધવાનો. તો મારે પ્રમાણિકતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે લેખનની આખીયે પ્રક્રિયા મારી જાતને શોધવાની પ્રક્રિયા છે. હું મારી જાતને ક્યાંક એવી જગ્યાએ ભૂલી આવી હતી, જે જગ્યાનું નામ-સરનામું મારાથી જ ખોવાઈ ગયું હતું….. જાતને શોધતી શોધતી હું આગળ અને આગળ નીકળતી ગઈ. ને જ્યાં ભૂલી આવી હતી તે પાછળ ઘૂટતું ગયું હતું. નવલકથાનાં પાનાંઓ ઉપર મને એ સરનામું જડ્યું – જડ્યું રહ્યું !
અંગત અનુભવોને ક્યારેક એવા ને એવા લીલા – લોહી ટપકતા તો ક્યારેક ખડખડાટ હસતા, ક્યારેક ઝળઝળિયાં સાથે તો ક્યારેક બંધ આંખે સંપૂર્ણ સ્ત્રી હોવાની પરિતૃપ્તિના અનુભવના આહલાદ સાથે મેં મારી નવલકથાઓમાં વણ્યા છે અને એ વાત કહેતાં મને કોઈ સંકોચ નથી, ન હોવો જોઈએ એવું માનું છું.

, વળી વળીને મન એ જ સમયખંડમાં પાછું જઈને જીવવા લાગે છે અને જાતને જ કહે છે, ‘આવો પતિ, આવાં સંતાનો અને ઓડકાર આવી જાય એવું સુખ હોવા છતાં તું ભૂતકાળમાં જ જીવે છે. ત્યાં જ જીવવા માગે છે. વર્તમાન સાથેના તમામ સંપર્ક કાપીને જીવવા માગે છે તું, તો કોઈ શું કરે અંજલિ ? નક્કી તારે કરવાનું છે. જે મળ્યું છે તેનો આનંદ માણવો છે કે જે નથી મળ્યું એના અભાવમાં તરફડીને ઉઝરડાયા કરવું છે ?’
અને ‘પારિજાતનું પરોઢ’ ધર્મની ગાદી પર બેઠેલા એક એવા માણસની કથા, જેણે સત્યને ત્યજીને પ્રેમને અપનાવ્યો… ‘સ્વર્ધમ’ની વાત કહેતી આ બે વિધર્મીઓની પ્રણયકથા ‘મધુરિમા’નાં પાનાં ઉપર લખતા લખતા ક્યારે થ્રીલર બની ગઈ એની મને જ ખબર ના પડી એમ કહું તો ખોટું નથી ! ‘તથાગત’નું પાત્ર મને ખૂબ આકર્ષતું રહ્યું, આવડા મોટા સંપ્રદાયની ધર્મની ગાદી પર બેઠેલા માણસ આવો મૉડર્ન, આવો હૅન્ડસમ અને છતાં આવી રીતે દિલ ફાડીને પ્રેમ કરી શકે, એ વિચાર મને ક્યાંથી આવ્યો એ ખબર નથી, પરંતુ એ વિચાર મને એટલો તો જકડતો ગયો કે ધીરે ધીરે તથાગતને ‘લાર્જર ધૅન લાઈફ’ બનાવતાં કદાચ હું જ એના પ્રેમમાં પડી ગઈ એવું મારા વાચકોને લાગ્યું. તથાગત પાસે ધર્મની ગાદી પર બેઠા પછીનું પહેલું વ્યાખ્યાન જે કહેવડાવ્યું એમાં ક્યાંક જે. કૃષ્ણમૂર્તિ, રજનીશ, યુ.જી. કૃષ્ણમૂર્તિ, સાર્ત્ર, કાફકા અને એવા કેટલાય વિદ્રોહી વિચારકોની અસર આવતી રહી…. ‘હું કોઈ ગુરુ કે ધર્માત્મા નથી. મારી પાસે કોઈ દિવ્ય શક્તિઓ નથી કે નથી મારા પિતા જેવું અગાધ આત્મજ્ઞાન. ખરું પૂછો તો હું માત્ર મારા પિતાનો પુત્ર હોવાના કારણે આ ગાદી પર બેઠો છું…. ધર્મને અફીણ બનાવીને ક્યાં સુધી આમ માણસોને ઘેનમાં રાખવાના ? ક્યાં સુધી ધર્મના નામે આ જ રીતે જિંદગીઓના ભોગ લેવાના ? આ ક્યો ધર્મ છે, જેની સંસ્થાપના માટે આટઆટલી જિંદગીઓ દાવ પર લાગી છે – રોજરોજ લાગી રહી છે. હું પણ આનો એક ભાગ છું. મને લાગે છે મારે આમાંથી મુક્ત થવું જોઈએ….’
‘તારા ચહેરાની લગોલગ’ નવલકથાનું સાવ નવું જ સ્વરૂપ – પત્રો, ઈ-મેઈલ અને એસ.એમ.એસ. દ્વારા એકબીજાને પોતાની વાત કહેતાં ત્રણ પાત્રોની એક અતિશય ઉત્કટ પ્રણયકથા, જેની નાયિકા લગ્નને બંધન માને છે અને બેડરૂમ તથા રસોડા વચ્ચે ગૂંગળાઈને જીવવું એને મંજૂર નથી…. પ્રેમની સાવ જુદી જ કદાચ, મોટા ભાગના લોકોના ગળે ના ઊતરે એવી વ્યાખ્યા, આ પ્રણયકથામાં નવલકથાના એક જુદા જ સ્વરૂપે લખવાનો પ્રયાસ કર્યો. સાથે જ એ પત્રોની એક શ્રાવ્ય સી.ડી. પણ બનાવી. નવલકથા સાંભળી શકાય એ સૌથી પહેલાં મેં મારી નવલકથા ‘કૃષ્ણાયન’માં પ્રયોગ કર્યો. કૃષ્ણના જીવનની ત્રણ અગત્યની સ્ત્રીઓ – પત્ની રુક્મિણી, સખી દ્રૌપદી અને પ્રિયતમા રાધા જ્યારે કૃષ્ણને માનવસ્વરૂપે જોઈને એમની સાથે જીવેલી ક્ષણો ફરી જીવવાનો પ્રયાસ કરે છે એ વાત મેં ‘કૃષ્ણાયન’માં લખી…. એ કથાને ઈતિહાસ સાથે, હકીકતો સાથે, કૃષ્ણ વિશેનાં સંશોધનો સાથે કોઈ જ સંબંધ નથી. કોઈ પણ માણસ જે આટલું અદ્દભુત જીવ્યો હોય, આટલી બધી ઘટનાઓ અને જીવનના સડસડાટ વહેતા પ્રવાહ સાથે વહીને જીવ્યો હોય એ માણસ જ્યારે દેહ ત્યાગે ત્યારે એની લાગણી કેવી હોય… આ વિચાર મને હંમેશાં રહી રહીને આવતો રહ્યો. એનું કારણ કદાચ એ હોય કે મેં કૃષ્ણને કદી ભગવાન તરીકે નથી જોયા. પોતાના સમયથી વીસ હજાર વર્ષ વહેલો જન્મેલો એ માણસ જો જન્મ્યો હતો, અને જીવ્યો હતો તો એ એના સમયનો ચમત્કાર હતો જ ! ‘માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત – કૃષ્ણાયન’ બહુ જ વંચાયું અને વખણાયું. શ્રી મોરારિબાપુએ પણ એમની કથાઓમાં અવાર-નવાર કૃષ્ણાયનના ઉલ્લેખ કર્યા. જેમની પાસેથી અપેક્ષા નહોતી એવા ઘણાએ કૃષ્ણાયન વાંચીને મારો સંપર્ક કર્યો અને પુસ્તક વખાણ્યું. પરંતુ, સત્ય એ છે કે હું જ્યારે કૃષ્ણાયન વાંચવાનો પ્રયાસ કરું છું ત્યારે મને પોતાને જ પ્રશ્ન થાય છે કે, ‘આ મેં લખ્યું છે ?’ ‘કૃષ્ણાયન’ લખતાં લખતાં જ મને સમજાઈ ગયું કે આ હું નથી લખતી, મારી અંદર કોઈ બીજું છે, જે આ લખાવે છે. એ ‘કોઈ’ કોણ છે એની મને ખબર નથી….
…. પણ ન લખતી હોત તો શું કરતા એનીયે મને ખબર નથી !
મેં જિંદગીમાં લગભગ બધું જ કરી જોયું છે એમ કહું તો ખોટું નથી. રેસ્ટોરાંમાં સ્ટૂઅર્ટની નોકરીથી શરૂ કરીને એકલવ્ય જેવી શાળામાં એક વર્ષ કલાસ ટીચર રહેવાનો અનુભવ છે મારી પાસે ! અત્યારે સી.ડી.સી.માં એમ.એ.નાં બાળકો ભણાવું છું… તો ક્યારેક મોડલિંગ, અભિનય સુધી…. મને લાગે છે મારો સ્વભાવ માત્ર કલમને જ અનુકૂળ આવ્યો ! બીજું કોઈ ક્ષેત્ર મને સહી નહીં શક્યું હોય એટલે ઊછળતી-કૂદતી, અથડાતી-કુટાતી, કોઈ પીંછાની જેમ હવામાં ઊડતી ઊડતી કલમના કૉલરમાં આવીને ભરાઈ હોઈશ ! ને, કલમે મને લાડથી હાથમાં લઈને, પંપાળીને દુલારથી પોતાના ખોળે બેસાડી લીધી. લેખન મારો વ્યવસાય નથી, મારું જીવન છે. શબ્દો મારી અભિવ્યક્તિ નથી, મારા અસ્તિત્વનો ભાગ છે. હવે ક્યારેક મને લાગે છે કે જીવવાનું બંધ કરી દેવું સહેલું છે, લખવાનું બંધ કરી દેવું સહેલું નથી. હું લખું છું, કારણ કે મને સતત એમ લાગ્યું છે કે મારામાં રહેલી ક્યારેય નહીં થાકતી, સતત દોડતી – ક્યારેક હાંફતી એક વ્યક્તિની સાથે દોડવ .

Post a Comment

0 Comments